હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી તા.૨૭ થી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની પરિક્ષા શરૂ થઈ રહી છે ત્યારે એમાં રાજ્ય સરકારે વિધાર્થીઓની પાણી થી લઈ આરોગ્ય સુધીની સુવિધાઓ ઉભી કરી છે એમાંય આ વર્ષે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ અંગે રાજ્ય સરકારને ખાસ અભિનદન પાઠવ્યા હતાં
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ જગ્યાના પરીક્ષા કેન્દ્રોમાં પહોંચવા માટે વિધાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસ ટી તંત્ર દ્વારા વધારાની સેવા જાહેર કરવામાં આવશે આ અંગે રાજયનાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરી જણાવતા તેમનું આ કામ બેનમુન છે વિધાર્થીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનતા વિધાર્થીઓને ઘણી સરળતા રહેશે એમ વિજયભાઈ રાઠોડએ અંતમાં જણાવ્યું હતું.