WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં મોટા પાયે ક્રોસ વોટિંગની શંકા સાથે 52.14 ટકા મતદાન થયું

જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ૫૨.૧૪ ટકા જેવું નીરસ મતદાન નોંધાયુ હતું. જેમાં વોર્ડ નંબર 1 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 2 માં 12 ઉમેદવારો, વોર્ડ નંબર 3 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 4 માં 10 ઉમેદવારો, વોર્ડ નંબર 5 માં 11 ઉમેદવારો, વોર્ડ નંબર 6 માં 4 ઉમેદવારો, વોર્ડ નંબર 7 માં 9 ઉમેદવારો મળી કુલ 7 વોર્ડના 64 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થયું છે.
જસદણ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ, જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી.વી.ભાયાણી, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા સહિતના અગ્રણીઓ ચૂંટણી જંગમાં છે. 7 વોર્ડની 28 બેઠકો પૈકી 26 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં વોર્ડ નંબર 1 માંથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા બિનહરીફ થયા હતા.

જ્યારે વોર્ડ નંબર 6 માંથી ભાજપના કુસુમબેન રાજેશભાઈ દાવડા પણ બિનહરીફ થયા હતા. 19664 પુરૂષ મતદારો તથા 18773 સ્ત્રી મતદારો મળીને કુલ 38,437 મતદારો નોંધાયેલા હતા. કુલ 11021 પુરુષ મતદારો તથા 9019 સ્ત્રી મતદારો મળીને કુલ 20,040 મતદારોએ મતદાન કરતા 52.14 ટકા મતદાન નોંધાયુ હતું. અનેક વોર્ડમાં મોટા પ્રમાણમાં ક્રોસ વોટિંગ થયાનું જાણવા મળ્યું હતું. તો કેટલા ઉમેદવારોએ ફક્ત તેમનામાં સિંગલ મત આપવા માટે જ ખાનગીમાં મોડી રાત્રે પ્રચાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આગામી તા.18 ના રોજ સવારે 8 કલાકે મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી યોજાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો