જસદણ નગરપાલિકાના વૉર્ડ નંબર 6ના ભાજપના વિજેતા અશોકભાઈને અભિનંદન પાઠવતાં જસદણ સ્ટેટ શ્રી સત્યજીત કુમાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ અને મંગળવારે જસદણ નગરપાલિકાના વૉર્ડ નંબર 6માં ભાજપમાંથી જંગી બહુમતીથી ચૂંટાયેલા અશોકભાઈ ધાધલને તેમની જીત બદલ જસદણ સ્ટેટ શ્રી સત્યજીત કુમાર ખાચર સાહેબએ ખાસ અભિનંદન પાઠવ્યા હતાં અત્રે નોંધનીય છે કે અશોકભાઈ જસદણ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ તરીકે છેલ્લાં 15 વર્ષથી વધું સમયથી પોતાની સેવા આપી રહ્યા છે.
દરમિયાન તેમણે એકપણ વેપારી પાસે એક પણ નયા પૈસાની ફી ઉઘરાવ્યા વગર વેપારીઓને સ્પર્શતા અનેક પ્રશ્નોમાં મહત્વની ભુમિકા ભજવી છે ખાસ કરીને થોડાં વર્ષો પહેલાં જયારે જસદણ નગરપાલિકાએ નાગરિકો પર કમ્મરતોડ વેરો વધાર્યો તે સમયે અશોકભાઈ અને તેમની ટીમએ પાલિકા સામે જબરી રજુઆત કરી વેરો પ્રમાણસર કરાવ્યો હતો તેના કારણે હજારો નાગરિકોને વેરાનું ભારણ ઘટાડ્યું હતું.