હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ શહેરના બેડીપરા વિસ્તાર સિતારામ ચોકમાં રહેતાં સકીનાબેન અલીઅસગરભાઇ માંકડા (ઉ.વ.૪૨)નું દાઝી જવાથી મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
👉🏻બેડીપરામાં રહેતાં સકીનાબેન માંકડા ગત ૨૧મીએ રસોઇ બનાવતી વખતે પહેરેલા કપડાને ઝાળ લાગી જતાં દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
👉🏻બાદમાં વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
👉🏻અહિ આજે મૃત્યુ નિપજતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સકીનાબેનને સંતાનમાં બે પુત્ર છે.
👉🏻પતિ ઇલેક્ટ્રીક ચીજવસ્તુની દુકાન ચલાવે છે. બનાવથી દાઉદી વ્હોરા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.