WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં તંત્ર સજ્જ: મતદારોને મતદાનની અપીલ કરતા આગેવાનો પત્રકારો


 
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફેબ્રુઆરી અને રવિવારના રોજ યોજાય રહી છે જેમાં મતદારો આ દીવસે ખાસ સમય ફાળવી અવશ્ય મતદાન કરે એવી જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ પત્રકાર કાળુભાઈ ભગત, દુર્ગેશભાઈ કુબાવત હિતેશભાઈ ગોસાઈ, હુસામુદ્દીનભાઈ કપાસીની અપીલ વચ્ચે તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સાત વર્ષ કરતાં પણ વધું સમયગાળા પછી આ ચુંટણી યોજાય રહી છે ત્યારે જસદણમાં હાલ ચુંટણીલક્ષી માહોલ બરાબરનો જામ્યો છે ઉમેદવારો અને નેતાઓ માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી ઉકિત મુજબ સમય રહ્યો છે
 ત્યારે જસદણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કુલ મળીને ૩૭,૮૪૦ મતદારો વચ્ચે પાલિકાનાં ૭ વૉર્ડની ૨૮ બેઠક પૈકી ૨ બેઠકો બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે હવે ૨૬ બેઠકો પર ૬૪ ઉમેદવારો તેમાં ભાજપ ૨૬ કૉંગ્રેસ ૨૩ આપ ૧૪ તથા એક અપક્ષનો સમાવેશ થાય છે ચુંટણી તંત્રએ આ માટે સાત વૉર્ડમાં કુલ મળીને ૪૪ બુથ તૈયાર કર્યા છે જેમાં ૧૪ બુથો સવેંદનશીલ છે જેમાં ૨૧૨નો સ્ટાફ કાર્યરત અને રિઝર્વ આ ઉપરાંત પ્રાંત કચેરી અને મામલતદાર સ્ટાફ જોડાશે પોલીસ તંત્ર દ્વારા ૧ ડી વાય એસ પી ૧ પીઆઇ ૭ પીએસઆઈ અને ૨૦૦ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે એમ સૂત્રો દ્વારા જાણવા મળે છે હાલ જસદણ નગરપાલિકાની ચૂંટણી અંગે પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે મતદારો અને કેટલાંક પક્ષના કાર્યકરો ભાજપ, કોંગ્રેસ, આપ દરેકના તાવા અને તાવડા પાર્ટીમાં આંટાફેરા મારી રહ્યાં હોવાની ચર્ચા વચ્ચે કોના ફાળે કેટલી બેઠક મળશે તેવી ચર્ચા ચાલી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો