જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં એક માત્ર અપક્ષ સભ્યના સમર્થનમાં લોકો સ્વયંભુ જોડાય રહ્યાં છે
જસદણ: જસદણ નગરપાલિકાના વૉર્ડ નંબર ૫ના એક માત્ર ઉમેદવાર એક માત્ર અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણી પોતાના નિશાન માઈક સાથે લડી રહ્યાં છે ત્યારે તેમને વૉર્ડ નંબર ૫માંથી લોકોમાંથી ઠેર ઠેરથી જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે
ત્યારે તેમની દરેક મિટિંગમાં વૉર્ડ નંબર ૫ના નાગરિકો સ્વયંભુ જોડાશે એમ જાણવા મળે છે વર્ષોથી વૉર્ડ નંબર ૫માં નાના મોટેરાં ભાઈ બહેનો સાથે આત્મીય રીતે જોડાયેલા સુરેશભાઈએ આ વિસ્તારના લોકોને સફાઈ ગટર પાણી રોડ રસ્તા અંગે સતત તંત્રને રજુઆત કરી લોકોના પ્રશ્નો અંગે કામગીરી કરી હોવાથી તેમની સાથે લોકો સ્વયંભુ જોડાય રહ્યાં છે અને તેમને મત આપવા મન મનાવી લીધું છે.