વિછીયાના ઓરી ગામે દિવાલ બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી યુવાન સહિત ત્રણ ઉપર ધારીયા અને લાકડીથી હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઓરી ગામે રહેતા કલ્પેશભાઈ ભરતભાઈ શિયાળ (ઉ.વ.22) એ તેજ ગામના લાલજી મોહનભાઇ શિયાળ, મોહન નારણભાઈ શિયાળ તથા રમેશ નારણભાઈ શિયાળ સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
કરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી અને આરોપીઓના મકાન બાજુબાજુમાં આવેલ હોય તેની દિવાલ બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપી લાલજી ધારીયા વડે ફરીયાદીના માતાને મારવા જતા ફરીયાદી વચ્ચે પડતા તેના ઉપર ધારીયાથી હુમલો કરી ફેકચર જેવી ઈજા કરી હતી.
તેમજુ આ ઝઘડામાં વચ્ચે પડેલ પ્રકાશભાઈ અને વાલુબેન ઉપર ઉકત ત્રણેય શખ્સોએ ધોકા અને લાકડીથી હુમલો કરી ઈજા કરી હતી.
આ અંગે ઈજાગ્રસ્ત કલ્પેશભાઈએ તેમજ ત્રણેય શખ્સો સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.