WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ કોણ બનશે તે અંગે અનેક તર્ક વિતર્કો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને ફ્કત થોડાં દિવસ બાકી રહ્યાં છે આ અંગે દાવેદારની સેન્સ પણ નિરીક્ષકો લઈ લિધી છે ત્યારે આગામી જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે અંગે રાજકીય પંડિતોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે 
જસદણ નગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો ઈસ્વીસન 1995થી અપવાદ બાદ કરતાં મોટે ભાગે શાસન ભાજપનું રહ્યું છે આટલાં વર્ષો ભાજપનું શાસન જસદણ નગરપાલિકા પર રહ્યું અને આ વખતે પણ શાસનમાં પરિવર્તન થયું નથી ભુતકાળમાં હાથમાં તેનું મોઢામાં તેવી ઉક્તિ મુજબ ગેરરીતિની હદ વટાવી ગયા છે અત્યારે પણ વહીવટદારના શાસનમાં કરોડો રૂપિયા કામમાં રોકાયેલા લોકોના ગજવામાં બિલો વડે ગયાં છે 

ત્યારે આવનારા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોણ બિરાજમાન હશે? એ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે હવે જસદણ નગરપાલિકાના પ્રમુખ તરીકે શાખ અને ધાકવાળા જેવાં નિષ્ઠાવાન લોકોની જરૂરિયાત છે 

ગત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને ચૂંટણી લડેલા ઉમેદવારોની શાખને કારણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે આ અંગે પ્રમુખ ઉપપ્રમુખની જયારે ગત ગુરુવારે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે સેન્સ લેવામાં આવી જેમાં સાતેય વોર્ડના ભાજપના સ્ત્રી પુરુષ સભ્યોએ દાવેદારી રજુ કરી હતી સેવા કરવા માટે ભાજપના સભ્યોએ રીતસર લાઈન લગાડી દીધી હતી 

એમ વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે ત્યારે ભાજપના મોવડીઓ કોના પર કળશ ઢોળશે? તે જનતા માટે પણ રસપ્રદ બની રહેશે આગામી પ્રમુખ અને ઉપપ્રમુખ પદે અઢી વર્ષ માટે સામાન્ય પુરુષ બેઠશે કોણ બિરાજમાન હશે એ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રદેશ ભાજપના મોવડીઓ નક્કી કરશે સેન્સ લેવાઈ ગઈ છે એમાંથી પદ નક્કી થશે 

જે દરેક સભ્યોને શિરોમાન્ય હશે અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકા પાસે પાણી પુરવઠા બોર્ડ અને પીજીવીસીએલના કરોડો રૂપિયા બાકી છે વેરાની રકમ અને અન્ય ગ્રાન્ટમાંથી નાણાં આવે છે પણ આ રકમથી કોઈ બચત થતી નથી એટલે એટલે જસદણ નગરપાલિકા દેવાદાર કહી શકાય છતાં પ્રમુખ બનવા માટે લાંબી લાઈન લાગી છે ત્યારે કોણ વિનર થશે તે અંગે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો