જસદણમાં ડીવાયએસપી કચેરી કાર્યરત થશે: સરકારના આ નિર્ણયને આવકારતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં લાંબા સમય બાદ ગોંડલથી વિભાજન કરી ડીવાયએસપી કચેરી કાર્યરત કરવામાં આવશે રાજ્ય સરકારના ગૃહ વિભાગના આ નિર્ણયને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારેલ હતો હાલ ગોંડલમાં વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરી ગોંડલમા કાર્યરત છે તેમાંથી વિભાજન કરી ડીવાયએસપી કચેરી જસદણમાં કાર્યરત કરવામાં આવશે આ અંગે મંજુરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે જસદણમાં આ કચેરી શરૂ થશે જેમાં સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક પટાવાળા સહિતનો સ્ટાફ ફાળવવામાં આવશે રાજ્ય સરકારના આ પગલાંને વિજયભાઈએ સમયસરનું ગણાવ્યું હતું.