WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં કૌટુંબિક ભાઈએ જ બહેનના ભોળપણનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું

જસદણમાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડનાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ જામનગરમાં પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા અને પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી, એ ઘટના તાજી જ છે ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત લોકોને વિચરવા મજબુર કરી દીધા કે સમાજ હવે કઇ દિશામાં જઇ રહ્યો છે.
જસદણમાં કૌટુંબિક ભાઈએ જ બહેનને ભોળવી દુષ્કર્મ આચર્યું હતું. કૌટુંબિક ભાઈના કાળા કરતૂતથી કંટાળીને અંતે બહેને તેને સજા અપાવવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

જસદણમાં કૌટુંબિક ભાઈએ બહેન સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં જસદણના ભાવેશ ચનાભાઈ ઝાપડીયા(ઉ.વ.26) નામના કૌટુંબિક ભાઈએ એક યુવતીના ભોળપણાનો લાભ લઈ મિત્રતા કેળવી. 

મિત્રતા થયા બાદ કહેવાતા કૌટુંબિક ભાઈ-બહેન સાથે ફરવા લાગ્યા. સંબંધમાં કૌટુંબિક ભાઇ બહેન થતા હોવાથી કોઇને શંકા પણ પડી નહીં અને એ દરમિયાન ભાવેશે તેનું શારીરિક શોષણ કરતાં યુવતી પોતાના સંકજામાં આવી ગઈ હોવાનું સમજી તો ગઇ જ હતી. 

એવામાં એક દિવસ કહેવાતા કૌટુંબિક ભાઈએ ફોટા બતાવવાની ધમકી આપી બહેન પર દુષ્કર્મ આચર્યું અને આવું તો અવાર નવાર બનવા લાગ્યું. 

કૌટુંબિક ભાઈ દ્વારા અલગ-અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ કરાતાં બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

જેના આધારે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાની ફરિયાદ પરથી આરોપીની અટકાયત કરી જસદણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. 

દુષ્કર્મની સજાના આરોપીને ફાંસીની સજા તેમજ આજીવન કેદ જેવી ગંભીર સજા મળે છે. સગીર પર કરાતા બળાત્કારના અપરાધીઓને પોક્સો હેઠળ મોતની સજા આપવામાં આવે છે. દુષ્કર્મના આરોપીને આવી ગંભીર સજા મળતી હોવા છતાં દિવસેને દિવસે ગુનાનું પ્રમાણ વધ્યું છે. 

આખરે દુષ્કર્મની ઘટનાઓ કયારે અટકશે ? તેવો સવાલ જાગૃત લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો