હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન મથક પર કોઈ મતદાર કે કર્મચારી મોબાઈલ લઈ જઈ શકશે નહી એમ રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાય રહી છે ત્યારે આ અંગે તંત્ર શનિવારે મતદાન મથકોનો કબજો લઈ લેશે તે પૂર્વે કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન યોજાશે જસદણ નગરપાલિકામાં કુલ મળીને ૪૪ બુથ છે જેમાં ૧૪ બુથ સંવેદનશીલ હોય તે અનુસંધાને પોલીસતંત્રએ ફ્લેગમાર્ચ કરી હતી.
અને ચુંટણીના દિવસે પણ એકશનમાં રહેશે આ અંગે ૧ ડી વાયએસપી ૧ પીઆઈ ૭ પીએસઆઈ હોમગાર્ડ મળીને ૨૧૨ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત રહેશે.