ગુજરાત સરકારના પ્રજાલક્ષી બજેટને આવકારતાં જસદણ ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે રજુ કરાયેલ નાણાકીય વર્ષ 2025-26 નું ₹3,70,250 કરોડનું બજેટને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારેલ હતું તેમણે જણાવ્યું હતું કે સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને ગુજરાતને વિકસિત અને આત્મનિર્ભર બનાવનારું બજેટ છે. ખેડુત, ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મહિલા તેમજ યુવાનો સહિત સમાજના તમામ વર્ગોની આકાંક્ષાઓની પૂર્તિ સાથે રાજ્ય ને આત્મનિર્ભર ની દિશામાં આગળ લઈ જનારું વિકાસ લક્ષી બજેટ છે વિજયભાઈ રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને આ બજેટમાં ઘરના ઘરનું લોકોનું સપનું પૂર્ણ કરવાં માટે રાજ્યમાં જે ત્રણ લાખથી વધું ઘર પુરા પાડવાનું આયોજન કર્યું છે તથા સરકારની વિવિઘ આવાસ યોજનાઓમાં મળતી સહાયમાં જે વધારો કરવામાં આવ્યો છે તે અભિનંદનને પાત્ર છે આથી રાજ્યમાં અનેક ગરીબોને ફાયદો થશે.