હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં આવેલા હજજારો દાઉદી વ્હોરા સમાજના બિરાદરોના આસ્થાના પ્રતિક મુલ્લાં કાસમજી સાહેબના મઝાર મુબારકમાં ચોરી થઈ હોય એવો વીડિયો તેજ ગતિથી વાયરલ થતાં સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોમાં અનેકવિધ ચર્ચા જાગી છે વિડિયોમાં એક ચોર છુપી રીતે મઝારમાં આવી પ્રથમ કબર પાસે માફી માંગે છે.
ત્યાર બાદ ચોરીને અંજામ આપે છે આ ચોરએ કેટલી રકમ અને મઝારમાંથી શું ચોર્યું તે જાણવા મળેલ નથી રાજકોટ વ્હોરા સમાજના આગેવાનોએ પોલીસને જાણ કરી છે કે કેમ?
તે જાણવા મળેલ નથી પણ દરમિયાન આ ચોરી અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહીલા અગ્રણી દુરૈયાબેન એસ મુસાણીએ જણાવ્યું હતું કે આ મઝારમાં વારંવાર ચોરીના બનાવો બન્યા છે
પણ આવા બનાવો ન બને એવાં સંજોગો ઉભા કરવાં જોઈએ તે અંગે નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તે દુઃખદ છે.