વીંછિયા નજીક એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને બે શખ્સ ડિલિવરી કરવા માટે નીકળ્યા હોવાની બાતમીના આધારે જસદણ પોલીસે દરોડો પાડી રૂ.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને પકડી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, વીંછિયા નજીક વિદેશી દારૂ ભરેલી કાર પસાર થઇ રહી હોવાની બાતમી મળતા જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાની તથા એએસઆઇ જયંતીભાઇ મજેઠીયા, હેડ કોન્સ. અરૂણભાઇ ખટાણા, કોન્સ. અનીલભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ, સંજયભાઇ તથા બકુલભાઇ સહિત વિંછીયા નજીક વોચમાં હતા.
દરમિયાન ત્યાંથી પસાર થતી GJ-19 AM-5351 નંબરની કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી રૂ.2,66,484 ની કિંમતની વિદેશી દારૂની 392 બોટલ મળી આવતા કારમાં બેઠેલા ચાલક ધર્મેન્દ્ર વલકુભાઇ ખાચર અને અક્ષય અનુભાઇ મીઠાપરા (રહે-બંને મોટાદડવા તા. ગોંડલ) ને પકડી લઇ રૂ.2.66 લાખનો દારૂ, કાર તથા મોબાઇલ મળી રૂ.5,47,244 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે પકડાયેલા બન્ને શખ્સોની પુછપરછ કરતા વિંછીયાના ખારચીયાનો પ્રતાપ વસ્તુભાઇ ખાચર, મોટા માત્રાના વિજય ખાચર, આશીષ વાળા અને ગોંડલનો દિવુભાના નામ બહાર આવતા ચારેયની શોધખોળ આદરી છે.
બાદમાં વધુ પુછપરછ દરમિયાન ધર્મેન્દ્ર અને આશીષ બંને દારૂનો ધંધો કરતા હોઇ તેથી ધર્મેન્દ્રએ વિજય ખાચરનો સંપર્ક કરી દારૂ મંગાવ્યો હતો. બાદ ધર્મેન્દ્રએ ઉપરોક્ત નંબરની કાર લઇને અક્ષય મીઠાપરાને દારૂનો જથ્થો ભરવા તથા ઉતારવા માટે બોલાવ્યા બાદ બન્ને કાર લઇ મોટા માત્રા નજીક દારૂનો જથ્થો ભરીને મોટાદડવાના આશીષ વાળાને ગાડી સોંપવાની હતી. મોટા દડવાથી આ શખ્સ ગોંડલના બુટલેગરને આપવા જવાનો હોવાની કબુલાતન આપી હતી. આ અંગે જસદણ પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.