હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ચિત્તલીયા કુવારોડ પર જસદણ નગરપાલિકાએ છેલ્લાં ચાર દિવસથી પાણીના નિકાલ માટે ખાડો ખોદેલ છે ત્યારે આ કામ નગરપાલિકા કયારે કરશે તેવો સવાલ જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ ઉઠાવ્યો છે
તેમણે જણાવ્યું હતું કે જસદણના સતત અવરજવરવાળા વિસ્તાર ચિત્તલીયા કુવારોડ પર પાણીના નિકાલ માટે પાલિકા તંત્રના પાપે જ આ ગટરમાં પાણીનો નિકાલ બંઘ થયો હતો પણ હવે જયારે નિકાલ અટકી ગયો છે તેનાં સમારકામ માટે આ ખાડો છેલ્લાં ચાર દિવસથી ખોદેલ છે
પણ નગરપાલિકાના કર્મચારીઓ આ ખાડો બુરવા માટે ફરકતા નથી ત્યારે તેઓ કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે કેમ? એવો સવાલ કરી સુરેશભાઈએ આ સમારકામ પુર્ણ કરવા માંગણી ઉઠાવી છે.