WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાધો

બોટાદ જિલ્લાના ગઢડામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગઢડા પોલીસ મથકના 28 વર્ષીય કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોટાદના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગઢડા દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ગઢડા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ તેઓ ધંધુકા તાલુકાના વતની છે. તેમની પત્ની સગર્ભા હોવાથી પીયર ગઇ હતી. આથી ઘરમાં એકલતાનો લાભ લઇ તેમણે આ પગલું ભર્યું. જો કે, આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો બાદ તેમની સગર્ભા પત્નીનો ખોળો ભરાવવાનો હતો. જેને લઇને હાલ પત્ની અને પરિવાર શોકમગગ્ન બન્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો