જસદણ નગરપાલિકાના અપગ્રેડને આવકારતાં શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકા 30 વર્ષ પછી અપગ્રેડ થતાં નગરજનોમાં હરખની હેલી ઊમટી છે ઈસ્વિસન 1995માં જે નગરપંચાયત હતી ત્યારે નગરપાલિકાનો ક વર્ગનો દરજજો પ્રાપ્ત થયાં બાદ ઈસ્વીસન 2025માં જસદણ નગરપાલિકાને બ વર્ગનો દરજજો પ્રાપ્ત થતાં જસદણ ભાજપ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાના આ અપગ્રેટને આવકારી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને તેમના આ કામ બદલ અભિનંદન પાઠવું છું અને તેમનું આ પગલું સમયસરનું ઉચિત ગણાવી જણાવ્યું હતું કે જસદણ શહેરને વસ્તીના આધારે શહેરી વિકાસ અને શહેરી ગુહ નિર્માણ વિભાગએ જસદણના નાગરિકોના હિતમાં જસદણ નગરપાલિકાનો ક વર્ગમાંથી બ વર્ગમાં સમાવેશ કર્યો તેમનો પરિપત્ર હાલ જાહેર કર્યો તેની આગામી તા.1એપ્રિલ 2025થી અમલવારી થશે વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ અમલવારીની સાથોસાથ હાલ જસદણ નગરપાલિકાને પોતાનું કહી શકાય એવું કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત થયેલ ભવ્ય પોતાનું સદન પણ મળશે અત્યાર સુધી જસદણ નગરપાલિકાને પોતાનું કહી શકાય એવું સદન નહોતું અનેક મકાનોમાં પાલિકાનું સ્થાળતર થતું રેહતું હોય એટલે નાગરિકો અને કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનો અંત આવશે આ તમામનો શ્રેય અમારા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને ભાજપના પ્રદેશ અને જિલ્લા સંગઠનને જાય છે અંતમાં તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.