હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ આજે નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
સુરેશભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારથી ખદબદતી નગરપાલિકાના અધિકારીઓ અમારા વોર્ડમાં જે પીવાલાયક પાણી ન ગણાય એવું દુર્ગંધવાળું પાણી લાંબા સમયથી આપે છે તેની લેખિત રજુઆત પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે મારે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે.
સુરેશભાઈ એ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એકાંતરા નિયમિત પાણી આપવામાં આવતું નથી આ ઉપરાંત કરોડો રૂપિયાના બિલો લાગતા વળગતા લોકોએ ઉસેડી લીધાં છે પણ આ અંગે પણ કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે અત્યારે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.