WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો રવિવારે જન્મદિન

જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો રવિવારે જન્મદિન 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કાલે રવિવારે પોતાની જીવનયાત્રાના 70 વર્ષમા વટભેર પ્રવેશ કરતાં તેમને ગુજરાતભરમાંથી વિવિઘ લોકો તરફથી આગોતરી શુભેચ્છા વર્ષા થઈ રહી છે આ અંગે તેમના દ્વારા અમરાપુર શૈક્ષણિક સંસ્થામાં મહા રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રભરના હજજારો લોકો રક્તદાન કરી કુંવરજીભાઈને અભિનંદન પાઠવશે.
આ દરમિયાન એકત્ર થયેલ રક્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આપશે આ અંગે તેમની નજીકના હજજારોની સંખ્યામાં કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળીયાની સ્ફૂર્તિ યુવાનોને પણ શરમાવે એવી છે રાજકારણમાં વર્ષો જુના હોય હાલ અતિ વ્યસ્તતા વચ્ચે પણ પ્રજાકીય કામોમાં મોખરે હોય છે તેઓને લાંબુ જીવન ઉત્તમ સ્વાસ્થ્ય મળે એવી શુભેચ્છા સાથે વિજયભાઈએ શુભકામના પાઠવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો