WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયાના રૂપાવટીમાં 1.17 કરોડના ખર્ચે બનશે નવા ચેકડેમ

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના રૂપાવટી ગામે પાણી પુરવઠા, જળ સંસાધન બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ગોમા નદી ઉપર રૂ.1 કરોડ 17 લાખ 13 હજારના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવા નવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રૂપાવટીમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે 65 મી. લંબાઇમાં કોંક્રિટનો ચેકડેમ કમ કોઝવે બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા 93 ચો.કિમી. જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે 400 મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી 60 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે અવર-જવર કરવા ચેકડેમની સાથે કોઝવેનો લાભ મળશે અને ગામની આશરે 30 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે.

આ પ્રસંગે મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, રૂપાવટી ગામ ખાતે ચેકડેમ-કમ-કોઝવે બનવાથી કોટડાથી સીધો રૂપાવટી ગામનો રોડ એક સરખો થઈ જશે અને ખોડીયાર મંદિર સુધી તેને લંબાવવામાં આવશે. ભડલી-સરતાનપરના સરોવરોમાં સૌની યોજનાનું પાણી આવ્યું છે. ગત વર્ષે આખા વિસ્તારમાં મશીન થકી ડિપનીંગનું કાર્ય કરવામાં આવ્યું હતું. થોરીયાળીમાં પણ એક ચેક ડેમ મંજૂર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અન્વયે કાર્યરત ‘‘સૌની યોજના’’ થકી જસદણ વીંછિયા તાલુકો નવપલ્લવિત થઈ રહ્યો છે. શિયાળુ પાક સારો રહ્યો વરસાદ પણ સારો રહ્યો જેથી ખેડૂતોની આવક આ વર્ષે બમણી થઈ રહી છે. જસદણ અને વીંછિયામાં શિક્ષણની સગવડતા અને આરોગ્યની વ્યવસ્થા થઈ રહી છે અને વીંછિયામાં આઇ.ટી.આઈ તથા જી.આઇ.ડી.સી.ની સુવિધા ઉપલબ્ધ થતાં આ વિસ્તારના લોકો ઘરઆંગણે જ રોજગારી મેળવી શકશે.

સૌની યોજના થકી લોકોની પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા પ્રયાસ

ઉપરવાસમાં 400 મીટર પાણીનો ભરાવો થવાથી 60 લાખ લિટર પાણીનો સંગ્રહ થશે

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો