WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ શહેર ભાજપએ કુંવરજીભાઈ બાવળીયાનો જન્મદિન સેવાદિન તરીકે ઉજવ્યો

જસદણ શહેર ભાજપએ કુંવરજીભાઈ બાવળીયાનો જન્મદિન સેવાદિન તરીકે ઉજવ્યો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના 70માં જન્મદિન નિમીતે રવિવારે હજજારો લોકોએ રકતદાન તો કર્યું.
સાથે સાથોસાથ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને તેમની ટીમએ શહેરમાં ઉંચી ક્વોલિટીનું ફ્રૂટ અને સ્વાસ્થ્યપ્રદ ભોજન દર્દીઓ અને તેમના સગા સબંધીઓને આપી ડાયનેમિક ધારાસભ્ય કુંવરજીભાઈનો જન્મદિન સેવાદિન તરીકે ઉજવી અનેક લોકોને રાહત પહોંચાડી હતી 

વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળીયા વર્ષોથી રાજકીય સફરમાં છે હાલ તેમને રાજ્યના મંત્રી તરીકેનો હોદ્દો હોવાં છતાં તેઓ સામાન્ય નાગરિકોને નમ્રતાપૂર્વક મળે તે આજના યુગમાં ગર્વ લઈ શકાય એવી વાત છે અતિ વ્યસ્તતા વચ્ચે પણ પ્રજાકીય કામોમાં મોખરે રહ્યાં હોય એટલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના ટોચના નેતાઓએ તેમને જન્મદિન અંગે અભિનંદન પાઠવ્યા હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો