WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના પોલારપર ગામે રસ્તેથી ચાલવા બાબતે ફરીયાદી પરિવાર ઉપર 9 શખ્સોનો હુમલો,દંપતી સહિત પાંચ ઘાયલ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના પોલારપર ગામે રસ્તેથી ચાલવા બાબતે કોળી પરિવાર ઉપર 9 શખ્સોએ હુમલો કરતા આ મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ જસદણના પોલારપર ગામે રહેતા મહેશભાઈ ધીરુભાઈ જતાપરા (ઉ.વ.35)ની ફરિયાદને આધારે પોલારપર ગામે રહેતા કિશનભાઈ ધીરુભાઈ જતાપરા,કિશનભાઈ ધીરુ ભાઈ જતાપરાના સસરા, કિશનભાઈ ધીરુ ભાઈ જતાપરાના સાળો,ધીરુભાઈ જગશીભાઈ જતાપરા,મિલનભાઈ ધીરૂૂભાઈ જતાપરા,ભોળાભાઈ જગશીભાઈ જતાપરા,અશ્વીન ભોળાભાઈ જતાપરા ,વિપુલભાઇ ભોળાભાઇ જતાપરા અને જયંતી જગશી જતાપરાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મહેશભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા 14/3/25 ના રોજ રાત્રિના એક વાગ્યે તે તથા ફુવા જેન્તીભાઈ ધનાભાઈ નાગડકીયા તથા દાદા પોલાભાઈ તેમજ મારી પત્ની મુક્તાબેન તથા નાના ભાઈ ની પત્ની હેતલબેન એમ બધા ઘરે બેઠા હતા ત્યારે પાડોશમાં વાડી ખેતરમાં રહેતા કિશનભાઈ ધીરુભાઈ જતાપરા તથા તેમના સસરા તથા તેના સાળા એમ ત્રણેય ઘરે આવ્યા અને બોલાચાલી કરી હુમલો કર્યો હતો.

જેમાં મહેશભાઈ તેમજ ફુવા જેન્તીભાઈને અને પત્નીને મારમાર્યો હતો. થોડીવાર પછી ધીરુ જગશી જતા પરા, મિલન ધીરુ જતાપરા તથા ભોળા જગશી જતાપરા, અશ્વિન ભોળા જતાપરા અને વિપુલ ભોળા તથા જયંતિ જગશી ભાઈ જતાપરા આવી ગયેલ અને મારામારી કરી, તારો બાપ ઘરે આવે ત્યારે પાછા આવીશું તેમ કહી જતા રહેલ અને આ બનાવવાનું કારણ એ છે કે અગાઉ રસ્તા બાબતે બોલાચાલી થયેલ હોય ત્યારે બે દિવસ પૂર્વે મહેશભાઈના પિતા ટ્રેક્ટર લઈને જતા હોય અને કિશનનું મોટરસાયકલ રસ્તામાં વચ્ચે પડેલ હોય જેથી તેને મોટરસાયકલ લેવાનું કહેતા બોલાચાલી નો બનાવ બનેલ હોય અને તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો