WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના બે સગીર બાળકોએ દ્વારકાની પદયાત્રા શ્રદ્ધાભેર પુર્ણ કરી

જસદણના બે સગીર બાળકોએ દ્વારકાની પદયાત્રા શ્રદ્ધાભેર પુર્ણ કરી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં રહેતાં બે સગીર વયના બાળકોએ અહીંથી દ્વારકાની અંદાજિત 300 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની આસ્થા વધું મજબુત બનાવી હતી દ્વારકામાં આવેલ જગત મંદિર એ દેશભરના લાખો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન છે તેમાં પણ દ્વારકામાં ઊજવાતો હોળીનો ફૂલડોલ ઉત્સવ જે ભાવિકોમાં ખુબ જ પ્રિય હોય છે 

આ અલૌકિક અવસરના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભાવિકો દેશના વિવિધ રાજ્યોના લોકો દુર દુરથી પગપાળા યાત્રા કરી દ્વારકા પહોંચતા હોય છે ત્યારે દ્વારકાથી જસદણ નગરપાલિકાના નગરસેવક વિરમભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે જસદણથી જે પદયાત્રીનો સંઘ દ્વારકા પહોંચ્યો જેમાં જસદણનો ગૌરવ નારણભાઈ મેવાડા ઉ.વ.12 અને કેવલ વિરમભાઇ હાડગરડા ઉ.વ.11 શામેલ હતાં અને બન્ને બાળકોએ દ્વારકાધીશના મંદિરમાં માથું ટેકવી બાળસહેજ પ્રાર્થના કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો