બોટાદ પોલીસ કંટ્રોલરૂમ પોલીસ કર્મચારીને સુંદરિયાણાના શખસે ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતીઆ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
બોટાદ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા નાનજીભાઈ મેરામભાઇ ચૌહાણએ બોટાદ કંટ્રોલમાં ઇન્ચાર્જ તરીકે ચાર્જ સભાળ્યો હતો ત્યારે ફેક્સ ઓપરેટર તરીકે એ.એસ.આઈ અરવિંદભાઈ ઓળકિયા તેમજ દુર્ગેશભાઈ કણજારીયા અને મહેશ કાલીયા તેમજ 112 ઓપરેટર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન બાવળીયા ફરજ પર હાજર હતા.
આ દરમિયાન બોટાદ કંટ્રોલ રૂમનાં મોબાઈલ નંબર 7433 97591 આશરે 12 કલાકની આસપાસ 8140 991145 પરથી ફોન આવ્યો હતો જેમાં પોલીસ કંટ્રોલરૂમ ખાતે મહિલા ઓપરેટર આશાબેન બાવળિયાએ ફોન ઉપાડી વાત કરતા સુંદરીયાણા ના પ્રદિપસિંહ બોલું છું જણાવી એસપીનો નંબર માંગવામાં આવ્યો હતો.
જ્યારે ફરજ પર નાં કર્મચારીએ એસ.પી નો નંબર આપતા થોડીવાર પછી ફરિવાર ઉપરોક્ત નંબરમાંથી ફોન આવતા અને બોટાદ એસપી સાથે કોન્ફરન્સમાં વાત કરાવવાનું કહેતા જ્યારે આરોપી ઉગ્ર ભાષામાં વાત કરતા હોય જેને લઇ કંટ્રોલ રૂમ ખાતે ફરજ પરના મહીલા કર્મી એ હાજર દુર્ગેશભાઈ કણજારીયાને મહિલા પોલીસ કર્મચારી આશાબેન બાવળિયાએ ફોન આપતા પોલીસ કર્મચારી દુર્ગેશભાઈ કણજારીયા સાથે મન ફાવે તેમ ભૂંડા બોલી ગાળો આપી તને ગોતી લઈશ અને તું જમાદાર હોય કે પી.એસ.આઇ. હોય નોકરી પૂરી કરીને ટાવર રોડે નીકળજે એટલે તને જીવતો રહેવા દેવાનો નથી આવી ધમકીને લઈ ફરજ પરનાં કર્મચારી દ્વારા ઉપરોક્ત મોબાઈલ નંબર માંથી ફોન આવનાર આરોપી પ્રદિપસિંહ ભીખુભા ગોહિલ વિરૂધ્ધ ફરિયાદ થઈ છે.