WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ક્ડુકા ગામ પાસે મોટર ચાલું રાખવા અંગે મુક્તાબેન પર જ્યસુખભાઈનો હુમલો: પોલીસ ફરીયાદ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના કડુકા ગામ પાસે વાડીમાં કુવાની અને ઘરની બંને મોટર ચાલુ રાખવા પ્રશ્ને મહિલા પર કોદાળી વડે હુમલો કરનાર શખ્‍સ સામે ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ કડુકા ગામમાં રહેતા મુકતાબેન હરેશભાઇ  (ઉ.વ.૨૭) એ ભાડલા પોલીસ મથકમાં તેના જ સગા જયસુખ દેવરાજભાઇ બેરાણી વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. મુકતાબેને ફરિયાદમાં જણાવ્‍યા મુજબ તે પરમદિવસે ગામ પાસે વાડીએ હતા. ત્‍યારે વાડીમાં કુવાની અને ઘરની બંને મોટરો ચાલુ રાખવા પ્રશ્ને જયસુખ દેવરાજભાઇ બેરાણીએ મુકતાબેન સાથે ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ કોદાળી વડે હુમલો કરી માથાના ભાગે ઇજા કરી ભાગી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ મુકતાબેનને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. બનવાની જાણ થતા ભાડલા પોલીસે મહિલાની ફરિયાદ પરથી જયસુખ દેવરાજભાઇ બેરાણી વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો