WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ધંધાર્થીએ શેરીને બંધ કરી દીધી, પાલિકાએ નોટિસ ફટકારતા સાન ઠેકાણે આવી

જસદણમાં લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ અનીલ ટીમ્બર પાસેની જાહેર શેરી ધંધાર્થી દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. તે બાબતની ફરિયાદ નગરપાલિકાના સદસ્ય અને કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ છાયાણીએ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું.
આ બાબતે તપાસ કરીને જસદણ નગરપાલિકાએ અનીલ ટીમ્બરના માલિક ચંદુભાઈ કચ્છીને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 185 તળેની નોટીસ ફટકારી દિવસ-5 માં દબાણ હટાવી લેવા તાકીદ કરી હતી અને પોતાના ખર્ચે દબાણ હટાવી લેવા નોટીસમાં જણાવ્યું હતું. જેથી અનીલ ટીમ્બરના માલિકે જાતે જ શેરીને ખુલ્લી કરવા માટેની કામગીરી હાથ ધરતા ફરીયાદીએ રાહતનો શ્વાસ લીધો હતો.

જે તે અરજદાર દ્વારા દબાણ કરાયા અંગેની પાલિકામાં ફરિયાદ મળતા પાલિકા દ્વારા તાત્કાલિક સર્વે કરી અને દબાણ દુર કરવા અંગેની નોટીસ આપી છે. જેમાં અરજદાર દ્વારા દબાણ જાતે દૂર કરવાની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. આથી જો તે જાતે દબાણ નહીં હટાવે તો અમે કાર્યવાહી કરીશું. > રાજુભાઇ શેખ , ચીફ ઓફિસર, જસદણ

પાલિકા અમે આ શેરીમાં પાકો રોડ કરવા માટે પાલિકામાં 2009 થી રજૂઆત કરતા આવ્યા છીએ જેનો અમારી પાસે પુરાવો છે. અમે આ શેરીમાં કોઈપણ પ્રકારનું દબાણ, પેશકદમી કરી નથી. આ શેરી ખુલ્લી જ છે પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ ન થાય તે માટે આડશ ઉભી કરાઇ છે. આ કુદરતી આડશ સામે આજુબાજુના રહીશોને કોઈ વાંધો કે વિરોધ નથી. આ આડશ કુદરતી વૃક્ષના લીધે જ થઈ છે. આ રસ્તો વર્ષોથી ખાડા-ટેકરાવાળો હોવાથી ચાલવા યોગ્ય નથી. જો આ શેરીમાં પાલિકા નવો રસ્તો બનાવવા સહિતની સુવિધાઓ ઉભી કરી દે તો અમે બધા સહમત છીએ અને આ કુદરતી આડશ હટાવવા માટે પણ તૈયાર છીએ. > ચંદુભાઇ કચ્છી, અનિલ ટિમ્બરના માલિક

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો