પતિ-પત્નિ બાળકો સાથે વાડીમાં રહી મજૂરી કરતાં હતાં: રાજકોટમાં સારવાર દરમિયાન મોત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ભાડલા ગામે પરિણીતાએ વાડીએ ઝેર પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ભાડલામાં ધમબાપુની વાડીએ રહી મજૂરી કરતાં મુળ સુરેન્દ્રનગરના ધ્રોકડવા ગામના લવકુશ ચાવડાની પત્નિ સોનલબેન ચાવડા (ઉ.વ.૨૭)એ ઝેરી દવા પી લેતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર સોનલબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માવતર પણ ઢોકળવા ગામે રહે છે. પતિ લવકુશે જણાવ્યું હતું કે પત્નિને કોઇ તકલીફ નહોતી. પોતે રૂમમાં હતો ત્યારે બહાર પત્નિએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.