WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ફ્કત 5વર્ષીય બાળક જીહાન ગોગદાએ રોજુ રાખી અલ્લાહની બંદગી કરી

જસદણમાં ફ્કત 5વર્ષીય બાળક જીહાન ગોગદાએ રોજુ રાખી અલ્લાહની બંદગી કરી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
હાલ દાન દયા અને ઈબાદતથી ઓપતો પવિત્ર રમઝાનમાસ પુર્ણતા તરફ જઈ રહ્યો છે દરેક ઈસ્લામધર્મીઓ પોતપોતાની રીતે સદ્દકાર્યો સાથે ઈબાદત કરી રહ્યા છે ત્યારે જલારામ પ્રેસની પાછળ રહેતા જીહાન ગોગદા નામના પાંચ વર્ષીય બાળકએ પાક રમઝાનશરીફનું 27મું એક રોજુ રાખી અલ્લાહ પ્રત્યેની આસ્થા મજબુત બનાવી હતી જીહાનએ સળંગ 13 કલાક જેટલો સમય અન્નનો એક દાણો મોઢામાં નાખ્યાં વગર અને પાણીનું એક ટીપું ગળે ઉતાર્યા વગર અંદાજે 13 કલાક જેટલો સમય ભુખ્યો તરસ્યો રહી બાળસહજ અલ્લાહની ઈબાદત કરી હતી આ તકે તેમના દાદા હારુનભાઈ દાદી હમીદાબેન નાના ઈકબાલભાઈ નાની જમીલાબેન પપ્પા તૌસિફભાઈ મમ્મી રેશ્માબેનએ જીહાન મોટો થઈ નેકદિલ બને અને દેશ માટે અલ્લાહની રાહમાં ચાલે એવા આશીર્વાદ પાઠવ્યાં હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો