જસદણ ભાજપના આગેવાન વિજયભાઈ અલ્પેશભાઈએ ચૈત્રી નવરાત્રિની નાગરિકોને શુભેચ્છા પાઠવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાએ જસદણના શહેરીજનોને રવિવારથી પ્રારંભ થઈ રહેલ માં શકિતની આરાધના ના પર્વ ચૈત્રી નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે નવરાત્રીનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે. માં શક્તિનું આ મહાપર્વ હિંદુ મહિના પ્રમાણે આસો, ચિત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાય છે.આધ્યાત્મિક દૃષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે.
અખિલ બ્રહમાંડનું સંચાલન શક્તિ સ્વરૂપા માં જગદંબા કરતા હોય છે તેની આ ઉપાસનાનું પર્વ ચૈત્રી નવરાત્રીનો રવિવારથી પ્રારંભ થઈ રહયો છે ચૈત્ર મહિનાની એકમથી નોમ સુધી આવતી ચૈત્રી નવરાત્રીમાં માઈ ભક્તો જગતજનની માં જગદંબાની આરાધના, પૂજા અને ઉપાસના કરતા હોય છે ત્યારે જસદણના સર્વે નાગરિકોની મનોકામના સિદ્ધ થાય એવી પ્રાર્થના સાથે ચૈત્રી નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી.