રાજકોટ ના ભિચરી રોડ પર આવેલી H.N શુક્લા કોલેજમાં નર્સિંગ માં અભ્યાસ કરતી મૂળ વિંછીયા ગામની રેહવાસી પાયલ મનુભાઈ ખિહડીયા ઉંમર વર્ષ 19 એ પોતાની હોસ્ટેલ માં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જોકે કયા કારણ થી આ પગલું ભર્યું તે વિશે કુવાડવા રોડ પોલીસ ને કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
પોલીસે જણાવ્યું કે પાયલ નર્સિંગ ના પહેલા વર્ષ માં અભ્યાસ કરતી હતી .
આજે બપોરે તે કોલેજ માં હતી તે વખતે ક્લાસ ટીચર ને કહેલું કે મારી તબિયત ખરાબ છે, તાવ આવ્યો છે, તેમ કહી હોસ્ટેલે જતી રહી હતી.
અભ્યાસ પૂરો કર્યા બાદ તેની 4 રૂમ પાર્ટનર હોસ્ટેલ માં આવી ત્યારે પાયલ ને ગળા ફાંસો ખાધેલી હાલત માં જોઈ ને આઘાત થી સ્તબ્ધ થઈ ગઈ હતી.
તાત્કાલિક હોસ્ટેલ ના સંચાલક ને જાણ કરી હતી. આપઘાત પાછળના કારણ અંગે રહસ્ય. કુવાડવા રોડ પોલિસ દ્વારા તપાસ ચાલુ છે.