રાજકોટ ભાજપ પ્રમુખ ડો. માધવ દવેનું સન્માન કરતાં દાઉદી વ્હોરા સમાજના આગેવાનો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેનું આજે દાઉદી વ્હોરા સમાજએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી દુધમાં સાકરની જેમ ભળી જતો રાષ્ટ્રવાદી રાજકોટ વજીહી જમાત અને એક્ઝાન સોસાયટીના દાઉદી વ્હોરા સમાજના દરેક આગેવાનોએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેને ફૂલડે વધાવી શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું.
એમ રાજકોટના સામાજીક આગેવાન હોજેફાભાઈ શાકીરએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ગત 6માર્ચના રોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જાહેર થયેલા ડો. માધવ દવેએ પ્રમુખ અંગેની કોઈ દાવેદારી રજુ કરી ન હોવા છતાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે એક સમયે રૂપાણી જૂથના દાવેદારો બાજી મારશે એવું વાતાવરણ છવાયું હતું પરંતુ છેલ્લે ડો. માધવ દવેને રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું પદ સોંપાયું હતું.