છેલ્લી ઘડીએ સભ્યોમાં ફેરફારો થઈ શકે છે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં ભાજપએ શાનદાર જીત મેળવી હતી 28 બેઠકોમાં 22 બેઠક ભાજપએ એકલાં હાથે મેળવી જબરજસ્ત સફળતા મેળવી હતી આ 22 સભ્યો પૈકી મોટાભાગના સભ્યોએ ગત પ્રમુખ ઉપપ્રમુખની સેન્સમાં દાવેદારી પણ નોંધાવી હતી જે અંગે આજે સાંજે ચાર વાગ્યે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે
જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર 6ના સભ્ય પી વી ભાયાણી ઉપપ્રમુખ તરીકે દીપભાઈ ગીડા બને એવી માહિતિ સુત્રો પાસેથી મળે છે પણ રાજકારણમાં છેલ્લી ઘડીએ ફેરફાર પણ થઈ શકે છે જસદણ નગરપાલિકાના ઇતિહાસમાં ઘણીવાર એવું થયું છે કે જે નામો હોદ્દા માટે પાક્કા હોય પણ હોદ્દેદારો કોઈ બીજા જ નીકળે છે આવું બન્યું છે.
એટલે ફેરફાર પણ શક્ય છે ત્યારે જસદણ નગરપાલિકાના ભુતકાળમાં જઈએ તો 1995થી અત્યાર સુધી અપવાદ બાદ કરતાં ભાજપનું શાસન રહ્યું છે ત્યારે આજે સાંજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય રહી છે ત્યારે કોણ પ્રમુખ ઉપપ્રમુખ બનશે? તે અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે અમોએ ગત ચુંટણીમાં જંગી બહુમતી મેળવી ત્યાર બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કાલે બુધવારે યોજાય રહી છે પણ આ ચૂંટણીમાં ઘણાં સભ્યો પ્રમુખ ઉપપ્રમુખના દાવેદાર બાદ આ અંગે મંગળવારે ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ગુજરાત સહિત જસદણ નગરપાલિકાના સુકાની કોને બનાવવા આ માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને 15 જેટલા સભ્યોની હાજરીમાં પાર્લામેન્ટરીની એક બેઠક યોજાય જેમાં જસદણના પ્રમુખ ઉપપ્રમુખના મેન્ડેટ આવશે જે ચૂંટણી સમયે જ ખુલશે એટલે ત્યારે જ ચોક્કસ ખબર પડશે કે કોણ પ્રમુખ ઉપપ્રમુખ વિજયભાઈએ છેલ્લે જણાવ્યું હતું કે આ આખો ય મામલો ભારતીય જનતા પાર્ટીનો છે પાર્ટી જે નિર્ણય લે તે જનતાના હિતમાં હશે અને સ્વભાવિક છે કે પાર્ટીનો નિર્ણય દરેક સભ્યોને શિરોમાન્ય હોય જસદણ નગરપાલિકાના સભ્યોની પસંદગીથી લઈ જીત સુધી જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાની જે કામગીરી હતી એ કાબિલે દાદ હોવાના કારણે પાર્ટીને ભવ્ય સફળતા મળી છે.