ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરતાં દાઉદી વ્હોરા સમાજના આગેવાનો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દાઉદી વ્હોરા સમાજમાં હાલ દાન દયા અને ઈબાદતથી ઓપતો પવિત્ર રમઝાનમાસ ચાલી રહ્યો છે આજે ૨૭મું રોજુ છે અને રવિવારે ઈદ હોય ત્યારે દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓએ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું શુભેચ્છા સહ સન્માન કરેલ હતું.
આ તકે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો સૈયદના સાહેબના પરિવારના જમાઈ મોઈઝભાઈ સાહેબ સહિતના બિરાદરો સાથે ડો.સૈયદના સાહેબ સાથેના અનેક સંબંધો વાગોળ્યા હતા અને પવિત્ર રમઝાનમાસ દરેક માટે શાંતિ, સમૃદ્ધિ અને સદ્દભાવ લાવનાર બની રહે એવી શુભેચ્છાઓ વિજયભાઈએ વ્યક્ત કરી હતી.
અત્રે નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અનેકવાર તાજદાર ડો. સૈયદના સાહેબના આશીર્વાદ લીધા હતા ખાસ કરીને તેમણે સૈયદના સાહેબના જન્મદિન નિમિત્તે એવી સ્પીચ આપી હતી કે સૈયદના સાહેબની ભવિષ્યની દીર્ઘ દ્રષ્ટીથી વ્હોરા સમાજ ખુબ જ આગળ છે અને આ સમાજે દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે એમ જણાવ્યું હતું.
Tags:
News