રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને આવકારતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશભાઈ ઢોલરિયા રીપીટ થતાં તેમને જસદણ વીંછિયા પંથકમાં ઠેર ઠેરથી આવકાર સાથે અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ અલ્પેશભાઈ ઢોલરિયાને આવકારી અને અભિનંદન પાઠવ્યા હતાં વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અલ્પેશભાઈની કામગીરી અને આ ઉપરાંત સંગઠનમાં સખત મહેનત કરી જસદણ સહિત જિલ્લાઓની નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો તેમણે ફરકાવ્યો હતો તેમની આ અદ્દભુત કામગીરીને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર ફરી વિશ્વાસ મૂકી ફરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ પર આરૂઢ થતાં તેમને ખરા દિલથી અભિનંદન પાઠવું છું.