જસદણ તાલુકાના રાજાવડલા (જામ) ગામે રહેતી 22 વર્ષીય કાજલ મકવાણાએ કોઇ અગમ્ય કારણોસર 9 દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેનું લાંબી સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
પરિવારજનો પાસેથી મળેલી વિગત અનુસાર કાજલબેન ઘુઘાભાઈ મકવાણા (ઉ.વ.22), રહે.રાજાવડલા (જામ) ગામ, તા.જસદણ, જિ.રાજકોટ) ગઈ તા.9/4/25ના રોજ બપોરે 2 વાગ્યે તેના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જયારે આ વાતની જાણ થઈ ત્યારે તત્કાલ કાજલને ભાડલાની સત્યમ હોસ્પિટલમાં દાખલ કરી હતી.ત્યાંથી વધુ સારવાર માટે સરધારની સ્વામીનારાયણ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જો કે, તબિયત સુધારામાં ન આવતા પરિવારજનોએ કાજલને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં સારવાર આપી પણ તબીયત વધુ લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.17/4ના રોજ રીફર કરવામાં આવી હતી અને અત્રે ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે 12.30 વાગ્યા આસપાસ કાજલે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.
ભાડલા પોલીસની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવી મૃતદેહ પીએમ અર્થે ખસેડી પરિવારની પુછપરછ કરતા જાણવા મળેલ કે, કાજલ 2 ભાઈ અને 1 બહેનમાં મોટી હતી અને અપરિણીત હતી. તેના પિતા ખેતીકામ કરે છે. કયાં કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.