જસદણની નગરપાલિકાની સહાયમાં વધારાના નિર્ણયને આવકારતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજ્યની વિવિધ વર્ગમાં સ્થાન ધરાવતી નગરપાલિકાના પોતાના માટેના સદનો બનાવવા માટેની અને સોલાર પેનલ સહિતની સુવિધાની નાણાંકીય ગ્રાન્ટ વધારવાની મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સત્તાવાર જાહેરાતને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના થકી જસદણમાં તમામ સુવિધા સંપન્ન જસદણ નગરપાલિકાનું કામ હાલ પુર્ણતાના આરે પહોંચ્યું છે આ નવા પાલિકાના સેવા સદનથી ટૂંકા ગાળામાં અત્રે કામકાજ માટે આવતાં નાગરિકોને ખુબ જ સરળતા અને સુવિધા મળી શકશે આ માટે બહુ જ ટૂંકા ગાળામાં જસદણ નગરપાલિકાને એક જે કલ્પી ન શકાય એવું સેવા સદન મળશે આ તકે ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું.