જસદણમાં આગામી તા.23ના રોજ ઈકરા સ્કુલનો 13મો વાર્ષિક મહોત્સવ યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આયેશા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત વિખ્યાત ઈકરા સ્કુલનો 13મો વાર્ષિક મહોત્સવ આગામી તા.23 એપ્રિલ 2025ને મંગળવારના રોજ સાંજે 5 કલાકે ઇકરા સ્કુલ ખાતે યોજાશે જેમાં આકાશ ડેવલોપર્સ મુંબઈ આયેશા એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન હાજી સલીમભાઈ હાજી વલીમોહંમદભાઈ બિલખીયા ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં તેજસ્વી વિધાર્થીઓને ઇનામ વિતરણ અને ભવ્ય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જે અંગે મેનેજિંગ ટ્રસ્ટી રફીકભાઈ મીઠાણી ટ્રસ્ટી સલીમભાઈએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. અત્રે નોંધનીય છે કે જસદણની ઇકરા સ્કુલમાં એલ કે જી થી ધો.10 સુધીનું શિક્ષણ સફળતાપુર્વક મ્હોરી રહ્યું છે જેનો સીધો લાભ વિધાર્થીઓને મળી રહ્યો છે.