બોટાદ જિલ્લાપોલીસ અધિક્ષક કિશોર બળોલીયા દ્વારા NO DRUGS, IN BOTAD અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હતી.
જે અંતર્ગત તા.7-4-25ના રોજ બોટાદ એસ.ઓ.જી. પી.આઈ. એમ.જી.જાડેજા, હેડ.કો. શિવરાજભાઇ નકુભાઈ ભોજક, હેડ.કો. યુવરાજસિંહ અભેસંગભાઇ પરમાર અને પો.કો. કલ્પેશભાઇ સાપરા પેટોલીગમા હતા, તે દરમિયાન હેડ.કો. યુવરાજસિંહ પરમારને ખાનગી રાહે ચોકકસ બાતમી મળી હતી, બોટાદ ભાવનગર રોડ, પંચપીરની દરગાહ પાસે રહેતા શહેનાજબેન ફારૂકભાઇ કાજી ઉ.વ.47 રહે.બોટાદ ભાવનગર રોડ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદે પાસ પરમીટ વગર સુકા ગાંજાનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી.ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ પાડતા રહેણાંકમાં સુકો ભેજયુક્ત ગાંજાનો જથ્થો કુલ વજન 15.650 કિ.ગ્રામ જેની કિ.રૂ.1,56,500, મોબાઇલ ફોન-1 કિ.રૂ.10,000, ઇલેક્ટ્રીક વજનકાંટો કિ.રૂ. 100 અને રોકડ રૂ. 1800 મળી કુલ કિ.રૂ.1,68,400ના મુદામાલ સાથે શહેનાજબેન ફારૂકભાઇ કાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.