WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં આગામી શનિવારે લતે લતે હનુમાન જયંતી ઉજવણી અંગે તડામાર તૈયારીઓ શરૂ

જસદણમાં આગામી શનિવારે લતે લતે હનુમાન જયંતી ઉજવણી અંગે તડામાર તૈયારીઓ શરૂ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેરમાં આગામી તા.12 એપ્રિલ 2025ને શનિવારના રોજ હનુમાન જયંતીની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જસદણના આટકોટરોડ ચિત્તલીયા કુવારોડ આદમજીરોડ સ્ટેશનરોડ ગઢડીયારોડ કમળાપુરરોડ લાતીપ્લોટ વાજસુરપરા મોતીચોક શાકમાર્કેટ જેવાં અનેક વિસ્તારો અને વિવિધ સોસાયટીઓમા હનુમાનભક્તો દ્વારા ભવ્ય અને ધામધુમથી આ હનુમાન જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે હનુમાન જયંતીની જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ નાગરિકોને આગોતરી શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ વખતે હનુમાન જયંતીના દિવસે શનિવાર આવતો હોય છે ત્યારે ભાવિકજનો માટે આ દિવસ સોને પે સુહાગા જેવો ગણાય છે હનુમાનજીની કૃપા અપરંપાર છે તેમની ઉપાસનાથી લોકોના દુઃખ દર્દો દુર થાય છે હનુમાન જયંતીના પાવન પ્રસંગે આ તકે દરેક નાગરિકોને શુભેચ્છા સાથે દરેક નાગરિકોની પીડા દુર કરે અને આવનારા સમયમાં સુખ સમૃદ્ધિ આપે તેવી શુભકામના શનિવારે શહેરમાં હનુમાન જયંતીની ઉજવણી નિમિતે અનેક વિસ્તારોના નાના મોટાં હનુમાન મંદિરની હાલ સાફ સફાઈ થઈ રહી છે શનિવાર સવારથી જ હનુમાન ચાલીસા રામધુન સમુહઆરતી સાથે બટુક ભોજન શરબત પાણી અને લસ્સી લાડુનું વિતરણ કરવામાં આવશે હનુમાન જયંતીને લઈ હનુમાન ભક્તોમાં ભારે થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો