WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ માર્કેટયાર્ડના સેક્રેટરીને છૂટ્ટા કરવા અંગે ભારે ઝંઝાવાત: પ્રમુખની સામાન્ય સભા બાદ સેક્રેટરીની વધું એક ફરિયાદ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં માર્કેટયાર્ડના સેક્રેટરીને છુટ્ટા કરવાના પ્રશ્ને ભારે ઝંઝાવાત સર્જાયો છે આ અંગે શનિવારે પ્રમુખએ ખાસ સામાન્ય સભા બોલાવી જેમાં ઠરાવ પસાર કરી પોતાની નિર્દોષતા બતાવી હતી બીજી બાજુ આજે જસદણ માર્કેટ યાર્ડના પુર્વ સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાએ વધું એક ફરિયાદ કરી હતી આ મામલામા ગરમાવો આવતાં સહકારી વિભાગમાં ચર્ચા જાગી છે આ અંગે ફરિયાદમાં બળવંતભાઈએ જણાવ્યું હતું કે 
નાયબ નિયામક શ્રી,રાજકોટના તા.૩/૩/૨૩ના પત્રથી કમોસમી વરસાદને ધ્યાનમાં લઈ આયોજન કરવા સૂચના થતા અમોએ મીડિયા,વોટ્સ એપ,એનાઉન્સમેન્ટ મારફત ખેત પેદાશ ઢાંકવાની વ્યવસ્થા સાથે માલ લાવવા અને ખુલ્લામાં પડેલ માલ ઢાંકવાની વ્યવસ્થા કરવા જાહેરાત કરવામાં આવેલ હતી.આ બાબતે આસિસ્ટન્ટ સેક્રેટરી ભાવેશ દવેને સૂચના.આપવામાં આવેલ હતી.તેઓને માંલ આવકજાવક અને દેખરેખની સમિતિના ઓફિસ ઓર્ડર ના હુકમ ન.૯ મુજબ જવાબદારી સોંપવામાં આવેલ છે.તેઓની ફરજ બાબતે નિષ્કાળજી માટે અમોને બલિનો બકરો બનાવી દેવાયેલ છે. ખેડૂતોના માલને નુકશાન થતા બજાર સમિતિએ તગડું વીમા પ્રીમિયમ ભરીને લેવામાં આવેલ માલ સ્ટોક વીમા કંપની ને ઇન્ટિમેશન આપતા તેઓ દ્વારા નુકશાની સર્વે કરવામાં આવેલ હતો જાણવા મળેલ છે કે,વીમા કંપની દ્વારા કલેઇમ ના મંજૂર કરવામાં આવેલ છે.અમોએ સમિતિ ને આર્થિક રીતે તેમજ શાખને નુકશાન કરેલ નથી.અરવિંદ તગડિયાએ ગેરશિસ્ત,બેદરકારી જેવા શબ્દોનો પ્રયોગ કરી અમોને બદનામ કરેલ છે. અરવિંદ તગડિયાએ તાનાશાહી,સરમુખત્યારશાહી અને નિયમોને નેવે મૂકી મને હેરાન કરવા,રાગદ્વેષ,કિન્નાખોરી રાખી જે કાર્યવાહી કરેલ છે.તેના સત્ય પુરાવા નીચે મુજબ છે.,(૧) બજારધારાના નિયમ ૩૫(૩)નો ભંગ કરી તા.૭/૪/૨૩ના રોજ મિટિંગ બોલાવવી,મિટિંગમાં રેકર્ડ આંચકી લેવું (૨) માર્કેટ રુલ્સ ૪૧(૩) મુજબ નિયામકશ્રીની પૂર્વ મંજૂરી વગર સેક્રેટરીનો હોદો છીનવી લેવો.(૩)કારણ દર્શક નોટિસ આપ્યા પહેલા અને સંભાળવાની તક આપ્યા પહેલા કાર્યવાહી કરવી.(૪) તા.૧૫/૫/૨૩ ના રોજ મિટિંગ બોલાવી ૧૯૮૬ માં મંજૂર થયેલ નિયમ ૧૧ નો આધાર લઈ પંદર દિવસનો પગાર આપી નિવૃત કરવા હિટલરશાહી અપનાવવી.(૫) ૧૯૮૯ માં મંજૂર થયેલા સેવા નિયમ બાબતે,મને હેરાન કરવા રોજીરોટી છીનવવા મિટિંગમાં જાણ ન કરવી.(૬) નિવૃતિ અંગેના પરિપત્રો બાબતે મિટિંગમાં જાણ ન કરવી.અને (૭)મે તા.૨૩/૧૦/૨૪ ન રોજ અને તા.૬/૧/૨૫ ના રોજ માંગેલ માહિતી ન આપવી. આમ ઉપર મુજબનો મારો ખુલાસો કરું છું.આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી મને ન્યાય આપવા વિનંતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો