WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં બુધવારે બેદરકારીથી બનેલા બનાવના મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતા દુરૈયાબેન મુસાણી

રાજકોટમાં બુધવારે બેદરકારીથી બનેલા બનાવના મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતા દુરૈયાબેન મુસાણી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટમાં ગત બુધવારના રોજ સતત ધમધમતા વિસ્તાર ઇન્દિરા સર્કલ પાસે માતેલા સાંઢની જેમ ફરતી સીટી બસના ચાલકએ ચાર ટુ વ્હીલર ચાલકોને વગર મોતે મારી નાખતાં આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહીલા આગેવાન દુરૈયાબેન એસ મુસાણીએ ચાર મુતકોને દિલસોજી પાઠવી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં ટ્રાફિકનો પ્રશ્ન બારેમાસ હોય છે આની જેવા અનેક કાંડમાં અનેક લોકો મરણ પામ્યાંના અનેક દાખલાઓ જોવા મળ્યા છે પછી જ તંત્ર જાગે છે થોડો સમય હો હા દેકારો થાય છે પછી બનાવ પર પડદો પડી જાય છે આવું રાજકોટમાં ક્યાં સુધી ચાલશે ? એવો લાખ મણનો સવાલ દુરૈયાબેન એ કરી વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક સો ટકા બજાવે તો તો રાજકોટ શહેરના તમામ પ્રશ્નો અને ચિંતાનો ઉકેલ કાયમી ધોરણે આવી જાય પણ કેટલાક અસામાજિક તત્ત્વો જાણે કાયદો હાથમાં લઈને ફરે છે તેમને જાજી વાર લગાડ્યા વગર તાત્કાલિક ધોરણે કાયદાનો દંડો દેખાડવામાં આવે તો રાજકોટ શહેરના દરેક પ્રશ્નો અને ચિંતાનો વહેલી તકે ઉકેલ આવી જાય પણ ખાટલે મોટી ખોટ એ છે કે વાડ જ ચીભડાં ગળે છે અને આ તો ધાર્મિક રાજકીય રીતે મોટી વગ ધરાવે છે એ હવા છે એ અધિકારીઓ અને પદાધિકારીઓ જ કાઢી શકે એ માટે વિવિધ તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ દંડો હાથમાં લેવો જ પડશે નહિતર રાજકોટમાં એક પછી એક આવા બનાવો બનતાં રહેશે

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો