WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈને શ્રદ્ધાસુમન પાઠવતા વિજયભાઈ રાઠોડ

જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈને શ્રદ્ધાસુમન પાઠવતા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહેતાના દેહવિલયથી જસદણમાં શૂન્ય અવકાશ સર્જાયો છે ત્યારે જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ શ્રદ્ધાસુમન અર્પણ કરી જણાવ્યું હતું કે અશોકભાઈએ ભારતીય જનતા પાર્ટી માટે લોહી પાણી એક કરી પક્ષને જે ઊંચાઈ બક્ષી હતી આટલું જ નહીં તેમનું જસદણ વીંછિયા પંથકમાં શિક્ષણ આરોગ્ય અંગે કામગીરી કરી હતી તે થકી અનેક લોકોના જીવનમાં ખુશી પથરાય હતી જનસંઘના સમયથી ભાજપ સુધીની સફરમાં અનેક લોકોના જીવનમાં અંજવાળુ પાથરનાર અશોકભાઈ મહેતા આ પંથકના લોકો માટે અડધી રાતનો હોંકારો હતાં જે આવનારી પેઢી પણ ભુલી નહી શકે તેમનાં નિધનથી એક ખાલીપો સર્જાયો છે જે કયારેય ભુલી નહી શકાય ભગવાન તેમનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના સહ પરિવાર અને ભાજપ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એમ વિજયભાઈએ છેલ્લે જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો