WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ માર્કેટયાર્ડના પ્રમુખ તરીકે રમેશભાઇ હીરપરા ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ ધાધલ

જસદણ માર્કેટયાર્ડના પ્રમુખ તરીકે રમેશભાઇ હીરપરા ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ ધાધલ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ માર્કેટયાર્ડની બીજા ટર્મના પ્રમુખ તરીકે બુધવારે ચુંટણી યોજાય હતી જેમાં મેન્ડેટ મુજબ રમેશભાઈ હીરપરા ચુંટાઈ આવ્યાં હતાં અને ત્યારબાદ આ બોડીએ યાર્ડના ઉપપ્રમુખ તરીકે વેપારી પેનલના પ્રતિનિધિ મહાવીરભાઈ ધાધલને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા કરોડો રૂપિયાનું સ્વ ભંડોળ દરરોજ ભરપુર આવક અને મિલ્કતો ધરાવતું જસદણ માર્કેટયાર્ડના નવા સુકાનીઓને ઠેર ઠેરથી શુભેચ્છા મળી હતી બંને હોદ્દેદારોએ યાર્ડના વિકાસનો કોલ આપ્યો હતો આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ યાર્ડના બન્ને સુકાનીઓ અંગે શુભેચ્છા અને શુભકામના વ્યક્ત કરી હતી ખાસ કરીને આ ચુંટણી અંગે જસદણ ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને યાર્ડના પુર્વ ઉપપ્રમુખ પ્રેમજીભાઈ રાજપરાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી યાર્ડની આ ચુંટણી સુપેરે પાર પાડી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો