WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ઉધોગપતિ સાકરીયા પરિવાર દ્વારા આજે સોમવારથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ: અનેક લોકોએ કથા શ્રવણ કરી

જસદણના ઉધોગપતિ સાકરીયા પરિવાર દ્વારા આજે સોમવારથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ: અનેક લોકોએ કથા શ્રવણ કરી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 જસદણમાં સાકરીયા પરિવાર દ્વારા આજે સોમવારથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

જસદણ તાલુકાના કમળાપુરના વતની અને હાલમાં જસદણ રહેતા સાકરીયા પરિવારના પુરીબેન પરસોત્તમભાઈ સાકરીયા પરિવાર દ્વારા તારીખ ૨૧/૪/૨૦૨૫  થી ૨૭/૪/૨૦૨૫  સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી  શાસ્ત્રી ભાવિનભાઈ દતુભાઈ શુકલ કથાનું રસપાન કરાવશે. આ  પ્રસંગે તારીખ ૨૧/૪/૨૫  ને સોમવારે લીલાપુરના રાજમોતી કેટલફીડ ખાતેથી ભાગવત કથાની  ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જે જસદણના રજવાડી કેટલફીડ ફેકટરીના મેદાનમાં પહોંચી હતી જ્યાં ભાગવત કથાનો પ્રારંભ થયો હતો તારીખ ૨૨-૪ ને મંગળવારે સવારે ૧૧ કલાકે વરહ અવતાર તથા સાંજે ૫ કલાકે કપિલ અવતારની કથા યોજાશે.  તારીખ ૨૩-૪ ને બુધવારે બપોરે ૧૨ કલાકે નૃસિંહ ભગવાન પ્રાગટ્ય તથા સાંજે પ કલાકે  વામન ભગવાન પ્રાગટ્ય યોજાશે.  તારીખ ૨૪-૪ ને ગુરુવારે બપોરે ૧૨ કલાકે રામ જન્મ તથા સાંજે પ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે. 

તારીખ ૨૫-૫ ને શુક્રવારે ગોવર્ધન લીલા ગીરીરાજ ઉત્સવ અન્નકૂટ દર્શન વગેરે સાંજે ૫  કલાકે યોજાશે. તારીખ ૨૬-૪  શનિવારે સવારે ૯ કલાકે કૃષ્ણલીલા તથા સાંજે ૫  કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે.  તારીખ ૨૭-૪  રવિવારે સવારે સુદામા ચરિત્ર તથા પરીક્ષિત મોક્ષની કથા યોજાશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ છે. કથા  દરમિયાન  દરરોજ બપોરે અને સાંજે  ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ધર્મપ્રેમી જનતાને ભાગવત કથામાં કથા શ્રવણ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા સાકરીયા પરિવારે અનુરોધ કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો