WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ માર્કેટયાર્ડના સેક્રેટરીને બેજવાબદારીથી તગેડી મુકનાર ચેરમેન અરવિંદ તાગડિયાને જડબાતોડ જવાબ

જસદણ માર્કેટયાર્ડના સેક્રેટરીને બેજવાબદારીથી તગેડી મુકનાર ચેરમેન અરવિંદ તાગડિયાને જડબાતોડ જવાબ 

જસદણ માર્કેટયાર્ડના સેક્રેટરીને બેજવાબદારીથી તગેડી મુકનાર યાર્ડના ચેરમેન અરવિંદ તાગડિયાને જડબાતોડ જવાબ આપ્યો હતો 
આ અંગે યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલિયા કે જસદણ માર્કેટયાર્ડ ના ચેરમેન અરવિંદ તાગડિયાએ બજારધારાના નિતિ નિયમોને નેવે મુકી સરમુખત્યારશાહી કરીને તા.૭/૪/૨૦૨૪ ના રોજ મિટિંગ બોલાવી મારા ભાઈ અને કાકાએ રસ્તા વળતર નો પ્રશ્ન ઉપસ્થિત કરી વાંધો લેવામાં આવેલ છે અને હું અને મારા કુટુંબીઓને તા.૨/૩/૨૦૨૩ની જસદણ માર્કેટયાર્ડની સામાન્યસભામાં સર્વાનુમતે રસ્તા વળતર અંગે યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવેલ તેમ જણાવેલ છે.તે વિગત તદ્દન ખોટી છે અને ઉપજાવી કાઢેલ છે હકીકતમાં મારા ભાઈ અને કાકાએ પોતાની માલિકીના રસ્તા ની જમીન નું વળતર મેળવવા તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ પોતાના હક્ક અંગે રજૂઆત કરવા અરજી કરવામાં આવેલ હતી યાર્ડના ચેરમેન અરવિંદ તાગડિયા એ આપખુદશાહીથી આજદિન સુધી કોઈ જવાબ આપેલ નથી.માર્કેટ યાર્ડની જમીન ખરીદી પ્રક્રિયામાં મારા ભાઈ અને કાકાએ વાંધો લીધેલ નથી તેઓએ માત્ર પોતાના હક્ક અંગે રજૂઆત કરેલ છે.માર્કેટ યાર્ડ વિના વિઘ્ને જમીન ખરીદ કરેલ છે તો વાંધો શેનો છે.અને મને તેના માટે જવાબદાર ગણેલ છે. અરવિંદ તાગડિયા તા.૨૪/૦૮/૨૦૨૩ ના રોજ જણાવે છે કે,જમીનના રસ્તા વળતર અંગે તા.૨૬/૧૨/૨૦૨૨ ના રોજ નિયામક મંડળની બેઠકમાં મૌખિક જણાવેલ છે.ખરેખર તે દિવસે કોઈ બેઠક હતી જ નહી. આમ લોકોને, કમિટીના સભ્યોને ગેરમાર્ગે દોરીને મને હેરાન કરવામાં આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો