WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં રામ જન્મોત્સવ ઉજવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ: ભવ્ય શોભાયાત્રા નીકળશે

જસદણમાં રામ જન્મોત્સવ ઉજવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ: ભવ્ય શોભાયાત્રા નીકળશે 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં આગામી તા.6 એપ્રિલ 2025ને રવિવારના રોજ અભૂતપૂર્વ અને ઐતિહાસિક રીતે રામ જન્મોત્સવની ઉજવણી થશે આ અંગે ભાવિકજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે આ અંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સભ્યો આગેવાનોએ ગાયત્રી મંદિરથી ડુંગરપુર હનુમાનજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે જેમાં રવિવારે મંત્રી મહોદયથી લઈ રાજકીય પાર્ટી, સામાજિક સેવાકિય અને ધાર્મિક આગેવાનો જોડાશે.
શોભાયાત્રા દરમિયાન આકરા તાપમાં ભાવિકોને કોઈ હાલાકી વેઠવી કે તકલીફ ન પડે તેં માટે લાંબી શોભાયાત્રા દરમિયાન વેપારીઓ રસ્તામાં ઠેર ઠેર શરબત પાણી દહિની લસ્સી સહિતના સ્ટોલો ઉભા કરશે આ અંગે આયોજકો દ્વારા શહેરભરમાં કમાનો ધજા પતાકાનો શણગાર સહિત કામો છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરેલ છે દરમિયાન જસદણના ઉધોગપતિ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ નાગરિકોને રામનવમીની આગોતરી શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે રામનવમી માત્ર ભગવાનના જીવનની જ વાત નથી પરંતુ ભગવાન શ્રીરામ એ પોતાના જીવનમાં પિતા માતા ગુરુ પત્ની અને નાનાભાઈઓ આ ઉપરાંત પરિવાર સમાજ પ્રત્યેની ફરજો બેખુબીથી નિભાવી અને એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતિત કરી કરોડો લોકોને રાહત પહોચાડનાર ભગવાન શ્રીરામના રવિવારના જન્મોત્સવ નિમીતે દરેક જીવને આગોતરી શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો