જસદણના ભાડલા પોલીસ મથકના પી આઈ જે એચ સિસોદિયા અને સ્ટાફે બાતમીના આધારે ભાડલાની વીરપર ચોકડી પાસે બે કાર ભરેલ 1600 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
પોલીસે કારમાં સવાર રાજકોટના બુટલેગર પ્રકાશ ચૌહાણ, હિરેન રાજપરા, અને વસંત ગણાતરા ની ધરપકડ કરી 6આરોપીઓને પકડવા પર બાકી રાખ્યા છે પોલીસે રૂ.3.20 લાખનો દારૂ મોબાઈલ બે કાર મળી રૂ.12.27000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નોંધનીય છે કે જસદણ પંથકમાં દારૂના વ્યસનીઓએ પોતાનું શરીર તો બગાડી નાખ્યું છે પણ પોતાના પરિવારને પણ આર્થિક પાયમાલ કરી નાખ્યું છે વ્યસન માટે દારૂડિયાઓ હાલ ગમે તે હદે જઈ શકે છે તે સમાજ માટે ખતરારૂપ છે.