હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે 15 ઓગસ્ટ 2008 માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ મીડિયા અલગ અલગ દસ વિભાગોમાં કામ કરી રહ્યું છે. જેમાં મુખ્ય છે સમાચાર એપ, બુક વિભાગ, મેગેઝીન વિભાગ, વાઇરલ અને ઇવેન્ટ, બ્રાંડિગ, મેગેઝિન, આઉટડોર પબ્લિસિટી, વગેરે નાના મોટા ઘણા અલગ અલગ વિભાગો માટે કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ એક એવું મિડીયા પ્લેટફોર્મ છે જે ગ્રામ્ય ક્ષેત્રે પોતાનું મહત્તમ પ્રદાન આપે છે. આજે જસદણ, બોટાદ, મહુવા, ગાંધીનગર, મહુવા, વગેરે જેવા તાલુકાઓમાં એટ ધીસ ટાઇમની હાજરી છે. એટ ધીસ ટાઇમ મીડિયાનો સંકલ્પ છે કે તેઓ ભવિષ્યમાં ભારત ભરમાં 6200 અલગ અલગ તાલુકા મથકમાં પોતાની બ્રાન્ચ ઓફિસર શરૂ કરીને લોકોને સમાચાર દ્વારા સેવાઓ પૂરી પાડશે. કહેવાય છે કે હિમાલય પર પહોંચનાર માણસે પણ એક વખત તો પ્રથમ ડગ માંડ્યું જ હશે એ મુજબ આ 6200 બ્રાન્ચ ઓફિસોમાંની પ્રથમ બ્રાન્ચ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ ખાતે તા. 5 એપ્રિલ 2025 શનિવારના રોજ ડો. ભરતભાઈ બોઘરાના હસ્તે ઇનોગ્રેટ થવા જઈ રહી છે. આ આનંદના અવસર પર એટ ધીસ ટાઇમ ના સમગ્ર ટીમ મેમ્બરોએ જસદણની સર્વે જનતાને તેમજ એટ ધીસ ટાઇમના ગુજરાતના ખૂણે ખૂણે વસેલા વાચક મિત્રોને આ અવસરે પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
Tags:
Jasdan