વિખ્યાત ફિલ્મી અભિનેતાને શબ્દાંજલિ પાઠવતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના મહાન બોલીવુડ અભિનેતા મનોજકુમાર જૈફ વયે મુંબઈ ખાતે નિધન થતાં તેમના કરોડો ચાહકોમાં શોકભીની લાગણી ફેલાઈ છે ત્યારે આ અભિનેતાના નિધનને લઈ જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ શબ્દાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે મનોજકુમારએ ખાસ કરીને તેમનાં યુગમાં દેશભક્તિની અનેક ફિલ્મો કરતાં લોકોમાં દેશદાઝની ભાવના પ્રબળ બનાવી હતી તેમની મોટાભાગની ફિલ્મો દેશ ભક્તિથી છલોછલ ભરેલી હોય તેને કારણે કરોડો લોકોના લોકપ્રિય બન્યાં હતાં તેમની ક્રાંતિ અને ઉપકાર જેવી ફિલ્મોએ તો દેશભરમાં સુપર ડુપર રહી હતી આજે પણ તેમની દેશભક્તિ ફિલ્મોના ગીતો લોકહૈયામાં છે આવા મહાન અભિનેતાને પ્રભુ વૈકુંઠમાં ઉચ્ચ સ્થાન આપે એવી પ્રાર્થના.