શબ્બીરભાઈ કાંચવાળાને વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડો. સૈયદના સાહેબએ એમ કે દી નો ખિતાબ આપ્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મુળ સુરેન્દ્રનગર નિવાસી શબ્બીરભાઈ નજ્મુદ્દીનભાઈ કાંચવાળા (મો.9824460352) ને તાજેતરમાં ઈદુલફિત્રના દિવસે તેમની ખાસ નિઃસ્વાર્થ સેવાના કારણોસર તેમને વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના 53માં દાઈ (સર્વોચ્ચધર્મગુરુ) નામદાર ડો. સૈયદના આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) એ નિઃસ્વાર્થ સેવા બદલ એમ કે દી નો ખિતાબ આપતાં દાઉદી વ્હોરા સમાજ અને તેમનાં વિશાળ પરિવારમાં ખુશાલીના ઘોડાપુર સર્જાયા હતાં
દાઉદી વ્હોરા સમાજમાં જે બિરાદર નિઃસ્વાર્થ દાઅવતની ખીદમત કરતો હોય તેમને અંદાજિત 88 વર્ષથી આ ખિતાબ આપવામાં આવતો હોય છે શબ્બીરભાઈને આ ખિતાબ એટલા માટે આપવામાં આવ્યો કે તેઓ વર્ષોથી લોકોના અનેકાએક કામોમાં સક્રિયપણે ભાગ ભજવતા હોય તેમની આ સેવાને કારણે તેમને આ ખિતાબ તાજદાર ડો. સૈયદના સાહેબના પ્રતિનિધિ આમીલ સાહેબના હસ્તે મળતાં દાઉદી વ્હોરા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.
Tags:
News